Severe Heatwave Alert In Gujarat : રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી.. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ… રવિવારે 5 જિલ્લામાં થયું માવઠું
Rain Alert In Gujarat : રાજ્યમાં પ્રિમોનસુન એક્ટિવિટી છતાં અમદાવાદમાં ગરમીનો પારો આસમાને ચઢેલો છે. અનેક શહેરોને આકરી ગરમીમાં કોઈ રાહત મળી નથી. રવિવારે સુરેન્દ્રનગરમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.7 ડિગ્રી, જ્યારે ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.5 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વચ્ચે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.
13 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ગાજવીજ સાથે વરસાદની આગાહી
14 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર
15 મેએ ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
16 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
અમદાવાદમાં પણ આવશે વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આંધી સાથે વરસાદ આવશે – અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.