VMC Junior Clerk Result 2023


Written by Atiye

Published on:

VMC Junior Clerk Result 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક ની કુલ 552 જગ્યાઓ માટે તારીખ 8 ઓક્ટોબર 2023 ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી જેમનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 8 ઓક્ટોબર 2023 ના રોજ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની કુલ 552 જગ્યાઓ માટે બપોરે 13:00 થી 15:00 દરમિયાન પરીક્ષા યોજાય હતી.

વડોદરા મહાનગરપાલિકા ની જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની પરીક્ષા ઓક્ટોબર મહિનામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી, આ પરીક્ષાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર જઈ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા ની જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની પરીક્ષા કુલ પાંચ સ્થળો પર લેવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય, આણંદ, ખેડા અને ગાંધીનગર નો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં કુલ 1,09,307 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરંતુ પરીક્ષામાં 45,269 ઉમેદવાર જ હાજર રહ્યા હતા એટલે કે કુલ અરજીના 41.41% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

VMC Junior Clerk Result 2023

લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદીઅહીંથી ડાઉનલોડ કરો
લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % થી ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદીઅહીંથી ડાઉનલોડ કરો