અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોરબીમાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર છે આટલો

Urban Health and Wellness Center Morbi Recruitment 2023: અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર મોરબીમાં 15 માં નાણાપંચ અંતર્ગત મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની જગ્યા 11 માસના કરાર ના ધોરણે જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, માસિક પગાર, ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ ની વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.

Urban Health and Wellness Center Morbi Recruitment 2023

ભરતીઅર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
કુલ જગ્યા18
જગ્યા નું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
ભરતી નું મોડઓફલાઈન
urban health and wellness centre gujarat recruitment 2023

કુલ જગ્યા

તાજેતરમાં આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મોરબી દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-મોરબી ની વિવિધ ખાલી પડેલ અથવ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી હતી જેમાં કુલ 18 જગ્યાઓ માટે નોટિફિકેશન પ્રકાશિત કરેલ હતી.

મેડિકલ ઓફિસર6
સ્ટાફ નર્સ6
મલ્ટી પર્પઝ સેલ્સ વર્કર6

જગ્યાનું નામ

  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર: રાજ્ય સરકારશ્રીના ધારા ધોરણો મુજબ એમબીબીએસની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.

સ્ટાફ નર્સ: બીએસસી નર્સિંગ કોર્સ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરી કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થા માંથી પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ ઉમેદવારે કોમ્પ્યુટરના અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર: સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 12 પાસ સાથે એક વર્ષનો એમપીએસડબલ્યુ બેઝિક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 12 પાસ સાથે એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર નો બેઝિક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.

પગાર

ઉમેદવારનું પોસ્ટિંગ થયા બાદ નીચે મુજબ પોસ્ટ પ્રમાણે માસિક પગાર ચૂકવવામાં આવશે.

મેડિકલ ઓફિસર70,000/-
સ્ટાફ નર્સ13,000/-
મલ્ટી પર્પઝ સેલ્સ વર્કર13,000/-

ઉમર મર્યાદા

મેડિકલ ઓફિસર40 વર્ષથી વધુ નહીં
સ્ટાફ નર્સ45 વર્ષથી વધુ નહીં
મલ્ટી પર્પઝ સેલ્સ વર્કર૪૫ વર્ષથી વધુ નહીં

સિલેક્શન પ્રોસેસ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામા પર ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવે તમામ ડોક્યુમેન્ટ સાથે સમયસર હાજર રહેવાનું રહેશે, નોટિફિકેશનમાં જણાવેલ છે સમય પર રજીસ્ટ્રેશન અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેના પરથી મેરીટ તૈયાર કરવામાં આવશે આ મેરીટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ સ્થળ: આરોગ્ય શાખા રૂમ નંબર 250 નવી જિલ્લા પંચાયત ભવન – મોરબી સો-ઓરડી શોભેસ્વાર રોડ, કલેકટર ઓફિસ ની બાજુમાં મોરબી.

ઇન્ટરવ્યૂ ની તારીખ

મેડિકલ ઓફિસર4 જુન 2023
સ્ટાફ નર્સ5 જૂન 2023
મલ્ટી પર્પઝ સેલ્સ વર્કર6 જુન 2023
ઓફિસીયલ નોટિફિકેશન
Join Telegram ChannelClick Here