SDM Exam: SDM બનવા માટે કઈ પરીક્ષા પાસ કરવી જરૂરી છે? જાણો લયકાત અને ઉમર મર્યાદા

SDM Exam: સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની પોસ્ટ ખુબજ પ્રતિષ્ઠિત પોસ્ટ માની એક છે.દર વર્ષે, લાખો લોકો SDMની પોસ્ટ પર નિયુક્તિ થવાનું સ્વપ્ન જોતાં હોય છે અને સખત મહેનત પણ કરતાં હોય છે, પરંતુ આ પરીક્ષા ઘણાબધા ઉમેદવારો આપે છે તેમાંથી અમુક લોકોને જ સફળતા મળે છે. જો તમે પણ SDM ની naukari મેળવવા માંગતા હોય, તો તમારે આ માહિતી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ.

ભારતીય વહીવટી તંત્રમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)નું પદ ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. આ હોદ્દાઓ પર નિયુક્ત વ્યક્તિઓ (Sarkari Naukari) કાયદો અને વ્યવસ્થા જાળવવાની, મહેસૂલ વહીવટની દેખરેખ રાખવાની અને તેમના સંબંધિત પેટા-વિભાગોમાં વિકાસને ચલાવવાની જવાબદારી આવતી હોય છે. SDM બનવાની મહત્વાકાંક્ષા એ ઘણા લોકો માટે એક સ્વપ્ન છે જેઓ તેમના રાષ્ટ્રની સેવા કરવા અને તેની પ્રગતિમાં યોગદાન આપવા માંગે છે. જો કે, આ કામગીરી એટલી પણ સરળ નથી અને ખાસ ધીરજ ની જરૂર છે.

SDM તરીકે નોકરી મેળવવાના પ્રયાસમાં, મોટી સંખ્યામાં લોકો દર વર્ષે UPSC અને રાજ્ય PCS પરીક્ષા માટે અરજી કરે છે. ઘણા બધા ઉમેદવારો એવા પણ હોય છે કે જેમને આવધી પરીક્ષાઓ વિષે માહિતી જ નથી હોતી. SDM એ ખૂબ જ અગત્યનું પદ છે. SDM થવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમે પણ SDM બનવા માટે Sarakari Naukri ની તૈયારી કરવામાં વયસ્થ છો અથવા તો તૈયારી કરવાનું વિચારી રહ્યા છો તો આ લેખમાં અમે તમને SDM પદ વિષે ઘણી બધી માહિતી આપીશું.

sdm exam qualification age limit

SDM કોણ છે? | Who is SDM?

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) એ રાજ્ય સરકારની અંદર સિવિલ સર્વિસની જગ્યા છે. જે વ્યક્તિઓએ UPSC પરીક્ષા પાસ કરી છે અને ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ તરીકે નિયુક્ત થયા છે તેઓ તેમના તાલીમ સમયગાળા દરમિયાન SDM તરીકે સેવા આપી શકે છે. આ તબક્કા દરમિયાન, તેમને નાયબ અથવા મદદનીશ કલેક્ટર અથવા મદદનીશ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાતમાં GPSC) દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને SDM તરીકે પણ નિયુક્ત કરી શકાય છે, પરંતુ તેમણે પસંદગી પ્રક્રિયામાં હાઇ રેન્ક હાંસલ કરવો આવશ્યક છે.

SDM બનવા માટે લાયકાત શું છે? | What are the qualifications to become an SDM?

ઉમેદવારો માટે પ્રાથમિક જરૂરિયાત એ છે કે તેઓ ભારતીય નાગરિક હોવા જોઈએ. તેમની પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અથવા તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોવા જોઈએ. ઉમેદવારો કે જેમણે distance education મેળવ્યું છે અથવા Correspondence courseમો પસંદ કર્યા છે તેઓ પણ સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે.

last yearના results વિના graduate વિદ્યાર્થી માત્ર Prelim Exam માટે જ અરજી કરવા પાત્ર છે, કારણ કે મુખ્ય પરીક્ષા માટે પ્રમાણપત્ર તરીકે માર્કશીટ આવશ્યક છે. તકનીકી, વ્યાવસાયિક, તબીબી અને એકાઉન્ટિંગ સહિત કોઈપણ બેકગ્રાઉન્ડના ઉમેદવારો, SDM બનવા માટે અરજી કરી શકે છે.

SDM બનવા માટે ઉમર મર્યાદા | Age limit to become SDM

અરજી માટેની વય મર્યાદા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 21 થી 32 વર્ષ, SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 21 થી 37 વર્ષ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 21 થી 35 વર્ષ છે.

ઉપર જણાવેલ વય મર્યાદા પરીક્ષા વર્ષના 1લી ઓગસ્ટથી પ્રમાણે લાગુ થાય છે. એ નોંધવું અગત્યનું છે કે PCS (Provincial Civil Service) માટે અરજી કરવાની વય મર્યાદા રાજ્ય-રાજ્યમાં અલગ-અલગ હોય શકે છે.

ડિફેન્સ સર્વિસીસમાંથી એક વ્યક્તિ કે જેણે કોઈપણ વિદેશી ઓપરેશનમાં ભાગ લીધો નથી તેને 35 વર્ષ સુધીની વયમાં છૂટછાટ આપવામાં આવે છે.

ઓટિઝમ, બહેરાશ, બૌદ્ધિક વિકલાંગતા, લોકમોટર ડિસેબિલિટી, વગેરે જેવા રોગથી પીડિત વ્યક્તિઓને 10 વર્ષ સુધીની વય છૂટછાટ આપવામાં આવે છે, જે તેમને 42 વર્ષની ઉંમર સુધી SDMના પદ માટે અરજી કરવાની મંજૂરી આપે છે.

SDMની પોસ્ટ કેવી રીતે મેળવવી | How to get the post of SDM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અથવા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન (PCS) દ્વારા લેવામાં આવતી preliminary exam, Main Exam અને interview સફળતાપૂર્વક પાસ કર્યા પછી IAS અથવા PCS અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

જે ઉમેદવારો UPSC પરીક્ષા પાસ કરે છે તેમને તેમની તાલીમ પૂર્ણ કર્યા પછી એક કેડર ફાળવવામાં આવે છે, અને તેઓને વિવિધ રાજ્યોમાં SDM તરીકે નિયુક્ત કરી શકાય છે. તેવી જ રીતે, સારા રેન્ક સાથે PCS પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો પણ SDMના પદ માટે પાત્ર છે.