SBI FD Rates: State Bank of India Fixed Depositsના વ્યાજ દરમાં કર્યો વધારો

SBI FD Rate: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBIની વેબસાઈટ અનુસાર, SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પરના દરોમાં ફેરફાર કર્યો છે.

SBI FD rates increase

Reserve Bank ગુરુવારે સતત બીજી વખત Repo rateમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે આ પહેલા RBIએ સતત 4 વખત રેપો રેટ વધાર્યો હતો. RBI દ્વારા રેપો રેટમાં વધારાને કારણે જ્યાં એક તરફ લોનના વ્યાજ દરમાં વધારો થાય છે તો બીજી તરફ Fixed Deposits પરનું interest પણ વધે છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે લોકોને હજુ પણ FD પર સારું વ્યાજ મળી રહ્યું છે. જો RBI ભવિષ્યમાં રેપો રેટમાં ઘટાડો કરે છે, તો FD પરનું વ્યાજ પણ ઘટી શકે છે.

દેશની સૌથી મોટી Public Sector Bank- SBI રૂ. 2 કરોડથી ઓછી રકમની FD પર સૌથી વધુ 7.10 ટકા વ્યાજ ચૂકવે છે. આ FD સ્કીમનું નામ Amrit Kalash છે, જેનો કાર્યકાળ 400 દિવસનો છે.

આ સિવાય 2 થી 3 વર્ષની એફડી પર 7.00 ટકા, 1 થી 2 વર્ષ સુધીની એફડી પર 6.80 ટકા, 3 થી 10 વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.