PF Balance Check: આજે આ આર્ટિકલના માધ્યમથી PF Balance Check કરવાની વિવિધ રીત વિશે જણાવીશું , PF Balance Check ચેક કરવા માટે તમે EPFO ની સત્તાવાર વેબાસાઈટ, Umang App, SMS Method અને EPFO દ્રારા જાહેર કરવામાં આવેલ નંબર પર Miss Call (PF Miss Call Number) કરીને પણ તમારું PF Balance Check કરી શકો છો.
PF Balance Check
જો તમે નોકરી કરતા હોવ તો, નિયમો અનુસાર તમારા માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતું હોવું ફરજિયાત છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા રોજગારી મેળવનાર વ્યક્તિઓ માટે PF ખાતા ખોલવામાં આવે છે અને માસિક પગારમાંથી ચોક્કસ રકમ કાપીને આ ખાતાઓમાં જમા કરવામાં આવે છે. વધુમાં, પીએફ ખાતામાં જમા કરાયેલા ભંડોળ પર વ્યાજ આપવામાં આવે છે.
તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ગમે ત્યારે ચેક કરી શકાય છે, પરંતુ ઘણા લોકો આ પ્રક્રિયાથી અજાણ હોય છે અને તેથી તેઓ તેમના પીએફ એકાઉન્ટની બેલેન્સ ચેક કરી શકતા નથી. આજે, અમે તમને PF Balace Check કરવાની રીત વિશે જણાવી શું જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સને સરળતાથી ચકાસી શકો છો.
PF Balance કેવી રીતે ચેક કરવું ? | How to check PF account balance
તમને તમારા પીએફ ખાતાની કુલ બેલેન્સ જાણવાનો અધિકાર છે. તમારું PF એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે, તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 નંબર પર મિસ્ડ કૉલ કરી તમારું બેલેન્સ ચેક કરી શકો છો.
જ્યારે તમે ઉપર આપેલા નંબર પર મિસ્ડ કોલ કરશો, ત્યારે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર EPFO તરફથી એક SMS પ્રાપ્ત થશે. આ મેસેજમાં તમારા PF Account Balance વિશેની માહિતી હશે.
PF Balance Check Online (PF Pension Balance Check)
જો તમે તમારા ઘરે બેઠા જ આરામથી તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સને ચેક કરવા માંગતા હો, તો તમે EPFOની સત્તાવાર વેબસાઇટ passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જઈ શકો છો. આ વેબસાઇટ પર તમારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) વડે લૉગ ઇન કરીને, તમે તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સને ઍક્સેસ કરી શકો છો અને ચેક કરી શકો છો.
Check PF Balance Via Umang App
ઉમંગ એપ તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સને ચેક કરવાની અનુકૂળ રીત છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે EPFO નો શોર્ટકટ ઍક્સેસ કરી શકો છો અને તમારા PF એકાઉન્ટ બેલેન્સને તપાસવા માટે તેની સત્તાવાર વેબસાઇટ પર નેવિગેટ કરી શકો છો. ઉમંગ એપ EPFO-સંબંધિત માહિતી અને સેવાઓ સહિત વિવિધ સરકારી સેવાઓની સરળ ઍક્સેસ માટે યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ ઓફર કરે છે.