PF Amount Withdrawal: જરૂરિયાત પડવા પર નોકરીની વચ્ચે પણ ઉપાડી શકો છો PFના પૈસા, જાણો કેવી રીતે

PF Amount Withdrawal: શું તમે જાણો છો કે તમે ચાલુ નોકરી એ પણ PFના પૈસા ઉપાડી શકો છો?, આપણે જાણીએ છીએ કે PF ફંડમાં કર્મચારીના પગારના 12% PF Accountમાં જમા થાય છે. આ જમા રકમ પર EPFO વ્યાજ આપે છે. EPFO દ્રારા ચાલુ વર્ષ માટે 8.15 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે PFના રૂપિયા નોકરી પરથી નિવૃત થયા પછી મળે છે. પરંતુ અમુક સંજોગોમાં કર્મચારી પોતાનું PFમાં જમા કરેલ અમાઉન્ટ માંથી અમુક ટકા રકમ કર્મચારી ઉપડીશકે છે.

એવા વ્યક્તિ જે નોકરી કરે છે. સંસ્થા માટે પૂરો મહિનો કામ કરવા માટે તેમણે પગાર ચૂકવવામાં આવે છે. લોકો આજીવિકા માટે નોકરી તથા નાનામોટા ધંધા કરતો હોય છે. અને તેને માંડતા પગાર ને વિવિધ પેન્સન સ્કીમ, તથા અન્ય જગ્યા પર રોકાણ કરે છે જેથી તેમણે તે રકમ પર વ્યાજ મળે અને તેમની આવકમાં વધારો થાય. નોકરી કરતાં નાના વર્ગના કારચમારીઓ માટે આવી જ એક પેન્સન સ્કીમ છે તેમાં કર્મચારી પોતાના પગારના અમુક રૂપિયા રોકી નિવૃત્તિ સમયે વ્યાજ સાથે તે રકમ કર્મચારીને મળે છે. નોકરી કરતાં કારચારીઑ માટે પીએફ ખાતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા ખોલવામાં આવે છે. જેમાં કર્મચારીના પગારમાંથી 12% રૂપિયા FP ફંડમાં જમા કરવામાં આવે છે.

તમે EPFO માં રોકેલા પૈસા નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વ્યાજ સહિત મળે છે. પણ જો કર્મચારી ઈચ્છે તો ચાલુ નોકરી એ પણ આ રૂપિયા ઉપાડી શકે છે. ચાલો સમજી એ કે PF Account માંથી પૈસા કેવીરીતે ઉપાડવા તેની માહિતી નીચે તબક્કાવાર આપેલ છે.

PF Amount Withdrawal: નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરી PF Amount Withdrawal કરી શકો છો

Step – 1 : સૌ પ્રથમ EPFO ની સત્તાવાર વેબસાઇટ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર વિઝિટ કરો. અને UAN Number અને Password દાખલ કરી Login કરો.

Step – 2 : મેનૂ બારમાં UAN ઓપ્સન પર જઇ Online service પર ક્લિક કર્યા પછી Claim ઓપ્સન આવશે તેના પર ક્લિક કરો.

Step – 3 : Claim ઓપ્સન પર ક્લિક કર્યા પછી તમેં ઘણી બધી માહિતી જોવા મળશે. જેમા કર્મચારીનો બેંક એકાઉન્ટ નંબર દેખાશે. બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો અને તેમને વેરીફાઇ કરો. પછી PF Advance Form પર ક્લિક કરો અને તમારે શા માટે આ રૂપિયા ઉપાડવા છે એનું કારણ પસંદ કરો. હવે તમારે અન્ય માહિતીઓ આપવાની થશે જેમાં તમારે કેટલા રૂપિયા ઉપાડવા છે તેમની વિગતો હશે તે ભરો.

Step – 4 : ઉપર જણાવેલ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ હવે પાસબુક અથવા કેન્સલ ચેક ની પીડીએફ અપલોડ કરવાની રહેશે તે કર્યા પછી ઈપીએફઓમાં રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. આ પ્રોસેસ પૂર્ણ થયા પછી સાત દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં આ રૂપિયા જમા થઈ જશે.

અમે આશા રાખીએ કે આલેખ તમને ઉપયોગી થયો હશે. આ ટોપિકની લગતા કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને જો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો અન્ય કર્મચારીઓ સુધી પણ આ લેખને Share કરશો.