NUHM Morbi Bharti 2023: આરોગ્ય વિભાગ મોરબીમાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 13,000


Written by Atiye

Published on:

NUHM Morbi Bharti 2023: નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કર સહિત કુલ 11 જગ્યાઓ માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારીત જગ્યાઓ માટે અરજીઑ મંગાવવામાં આવી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉએમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે.

NUHM અંતર્ગત મોરબી જિલ્લાની આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, માસિક ફિકટ પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી નીચે વિસ્તૃત જણાવેલ છે.

NUHM Morbi Bharti 2023

સંસ્થાડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, મોરબી
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા11
અરજી કરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર 2023
ભરતી નો પ્રકારકરાર આધારિત

NUHM Morbi Bharti 2023: શૈક્ષણિક લાયકાત / ઉંમર મર્યાદા / પગાર

જગ્યા નું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતઉંમર મર્યાદાપગાર ધોરણ
ફાર્માસિસ્ટ02B.Pharm / M.Pharm ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ઉમેદવારે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.58 વર્ષથી વધુ નહીં13,000/-
સ્ટાફ નર્સ03B.Sc. Nursing / Diploma In Nursing And Midwifery (GNM) માન્ય સંસ્થા માંથી પાસ કરેલ હોવું જોઈએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. ઉમેદવારે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.45 વર્ષથી વધુ નહીં13,000/-
ફિમેલ હેલ્થ વર્કર (FHW)06FHW/ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નો રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. તેમજ હાલની સ્થિતિ એ ચાલુ હોવું જોઈએ. ઉમેદવારે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.45 વર્ષથી વધુ નહીં12,500/-

અન્ય ભરતી

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.

સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહિ.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10-12-2023 ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.

નિમણૂકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબીનો રહેશે.

ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યા માંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.