Navratri 2023 Gujarati Singer : આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરના રોજ શરૂ થઈ અને સમાપન 23 સપ્ટેમ્બર 2023 ના રોજ થશે. જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ થી થૈયારી કરી રહ્યા છે. આવર્ષે નવરાત્રીમાં ગુજરાતના લોક લાડીલા કલાકારો છે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એમ જ છે તેવા ગુજરાતના ટોપ કલાકારો વિશે માહિતી મેળવીશું.

ગીતાબેન રબારી

નવરાત્રિના હવે ગણતરીના દિવસો છે બાકી છે. તેવામાં આ વર્ષે નવરાત્રી નો આ વર્ષ શાળાએ નવરાત્રીની શરૂઆત 15 ઓગસ્ટ 2023 થી થશે અને 23 સપ્ટેમ્બર 2023 ના રોજ 9 મહિના હવન સાથે સમાપન થશે. ઉપર ગીતાબેન રબારી નો ફોટો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગીતાબેન રબારી નો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં 31 ડિસેમ્બર 1996 ના રોજ થયો હતો. ગુજરાતી કલાકારો ની વાત કરીએ તો ગીતાબેન રબારી ખૂબ જ ફેમસ છે અને તેમનું નામ કોઈ ન સાંભળ્યું હોય તેવું ન બને. ગીતાબેન રબારી લોકગીત, ભજન, સંતવાણી અને ડાયરા માટે પ્રખ્યાત છે. ગીતાબેન રબારી ના instagram પર 4.2 મિલિયન ફોલોવર્સ છે.
કિંજલ દવે

કિંજલ દવે નો જન્મ 21 નવેમ્બર 1992 ના રોજ જેસંગપરાય, પાટણમાં થયો હતો. કિંજલ દવે ગુજરાતી શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. જે તેમનું ગીત ” ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ” ગીત ગાયને ખૂબ જ ફેમસ થયા હતા. . આ સિવાય કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, સંતવાણી અને લોક ડાયરા માટે પ્રખ્યાત છે. કિંજલ દવે નાની ઉંમરમાં જ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ઓળખ મેળવી છે. આ સાથે કિંજલ દવેના પ્રખ્યાત ગીતોમાં ચાર ચાર બંગડીવાળી, ગોગો ગોગો મારો ગોમ, એઢણી મારી, મોજમાં અને લેરી લાલા ગીત માટે ફેમસ છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે નવરાત્રીમાં કિંજલ દવે ના અમેરિકામાં 13 કાર્યક્રમમાં થવા જઈ રહ્યા છે.
ઐશ્વર્યા મજુમદાર

ઐશ્વર્યા મજુમદાર એક ભારતીય ગુજરાતી સિંગર છે. તેણીએ 2007-2008માં 15 વર્ષની ઉંમરે સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા – છોટે ઉસ્તાદ શો જીતીને લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર શોમાં, તેણીના પરફોર્મન્સથી STAR Voice OF India ના જજો દ્વારા ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેણીએ તાજેતરમાં તેના નવા ગરબા “માં તમે અને ચાંદલીયો ઉગ્યો રે”નું લોન્ચિંગ કર્યું હતું.
આદિત્ય ગઢવી

ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીનો જન્મ 3 એપ્રિલ 1994 ના રોજ દુધરેજ, સુરેન્દ્રનગરમાં થયો હતો. તેઓ યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમના પૂર્વજો પણ સંગીત સાથે જોડાયેલા હતા, તેથી સંગીત તેમના લોહીમાં છે. તેઓ નાનપણથી જ સંગીત સાથે જોડાયેલા હતા. તેમના સૌથી લોકપ્રિય ગીતોમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવું, રંગ ભીના રાધ, હાલાજી તારા હાથ વખાણું અને પંખી રેનોનો સમાવેશ થાય છે.
કિર્તીદાન ગઢવી

કિર્તીદાન ગઢવી નો જન્મ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડમાં જન્મ્યા હતા. ગુજરાતી લોક ડાયરો અને ગરબાના ગાયક, કિર્તીદાનએ પોતાના કારકિર્દીની શરૂઆત ની શરૂઆત ગાય સંરક્ષણ રેલીથી કરી હતી. 2009માં, તેમણે MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે “લાડકી” ગીત ગાયું હતું, પછી તે ખૂબ જ પ્રસિદ્ધ થયા. આજે, કિર્તીદાન ગઢવી ગુજરાતી સંગીતમાં એક અગ્રણી નામ છે. તેમના લોક ડાયરો અને ગરબા ગીતો ગુજરાતી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ તેમની સંગીતની કુશળતા અને તેમના ઉત્સાહી પ્રદર્શન માટે જાણીતા છે.
જીગ્નેશ કવિરાજ

જીગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં થયો હતો. ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી નામ, જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના મનમાં ઘર કરી ગયો છે. પ્રેમ, દુઃખ, ભક્તિ, અને ઉત્સાહ જેવા વિવિધ વિષયો પર તેમના ગીતો ગુજરાતી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે 2017માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે ઘણા હિટ ગીતો રેકોર્ડ કર્યા છે. જીગ્નેશ કવિરાજના કેટલાક સૌથી લોકપ્રિય ગીતોમાં “રસિયો રૂપાડો”, “માની આરતી”, “પરિણીને પારકા થઇ ગયા”, “તારા દિલમાં દગો રે હતો”, અને “તને મારા જેટલો પ્રેમ કોઇ”નો સમાવેશ થાય છે.
ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠક નો જન્મ 12 માર્ચ 1969 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર મા થયો હતો. ફાલ્ગુની પાઠક ને દાંડિયા ક્વીન નામથી પણ ઓળખાય છે. ફાલ્ગુની પાઠક મુંબઈ બેજ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી સંગીતકાર અને પરફોર્મર છે. તે લોકસંગીત, ગરબા અને ભજન જેવા પરંપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. ફાલ્ગુની પાઠકે 1987માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમણે ગુજરાત, ભારત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે. ફાલ્ગુની પાઠક તેમના ભવ્ય અવાજ અને ઉત્સાહી પ્રદર્શન માટે જાણીતા છે. તમે ઘણા સુપરહિટ ગીતો પણ રેકોર્ડ કર્યા છે. જેમાં “મૈંને પાયલ હૈ છનકાયી”, “મેરી ચુનર ઉડ ઉડ જાયે”, અને “દિલ ઝુમ ઝુમ નાચે”નો સમાવેશ થાય છે. ફાલ્ગુની પાઠકની સફળતાએ ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવામાં મદદ કરી છે. તેઓ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે જેણે ગુજરાતી સંસ્કૃતિ અને વારસોને વિશ્વ સાથે શેર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
Live Navratri 2023
નાઇડુ કલબ લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
કિર્તીદાન ગઢવી લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
ગીતાબેન રબારી લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
લક્ષ્મી વિલાસ પેલેસ લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
ઓસમાણ મીર લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
ફાલ્ગુની પાઠક લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
જિજ્ઞેશ બારોટ લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
એશ્વર્યા મજમુદાર લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |
પાર્થીવ ગોહિલ લાઇવ ગરબા 2023 | અહિં ક્લીક કરો |