મોદી સરકારની મહિલાઓ માટે મોટી ભેટ, આ યોજના પર સરકારે વધારી સબ્સિડી

LPG Cylinder Subsidy: મોદી કેબિનેટે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીમાં વધારો કર્યો, જે મહિલાઓ માટે એક મોટી ભેટ છે. ઉજ્જવલા યોજનાની સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવામાં આવી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે.

કેબિનેટે બુધવારે (4 ઓક્ટોબર) એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. આ પહેલા રક્ષાબંધન અને ઓણમના અવસર પર સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે, ઉજ્જવલા લાભાર્થીઓને આપવામાં આવતી રકમ 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. રક્ષાબંધન અને ઓણમના અવસર પર અમે સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે ભાવ 1100 રૂપિયાથી 900 રૂપિયા પર આવી ગયો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાની બહેનોને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.