મહેસુલ વિભાગે બદલીને નહિ લીધો મોટો નિર્ણય, તમામ કલેકટરોને મહેસુલ વિભાગ દ્વારા આપવામાં આવી સૂચના, એક જ જગ્યાએ ચાર વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારીઓની બદલી કરવાનો આપ્યો આદેશ, જેમાં નાયબ મામલતદાર, મહેસુલી કારકોન અને તલાટી ની બદલીઓ કરાશે.
મહેસૂલ વિભાગે ચાર વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા નાયબ મામલતદાર, રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીની સહિત તમામ વર્ગ-3ના કર્મચારીઓની બદલી કરવા કલેક્ટરને સૂચનાઓ આપવામાં આવી છે.

મહેસુલ વિભાગે પરિપત્ર કર્યો
મહેસૂલ વિભાગે કલેક્ટરને એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના તમામ નાયબ મામલતદાર, મહેસૂલ ક્લાર્ક અને અન્ય નોન-ગેઝેટેડ વર્ગ-3 કેડરના કર્મચારીઓ કે જેઓ એક જ પોસ્ટ અથવા ઓફિસમાં ચાર કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેમની બદલી કરવા સૂચના આપી છે. વર્ગ-3 સંવર્ગ હેઠળ આવતા મહેસુલી તલાટીની ટ્રાન્સફરની જાણ બ્રાન્ચ સિવાયના મેઈલ દ્વારા તાત્કાલિક કરવી જરૂરી છે.