જુનાગઢ મહાનગર પાલિકામાં U-PHC અને U-CHCમાં સીધી ભરતી 2023

Junagadh municipal corporation recruitment 2023: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા U-PHC અને U-CHC માં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સ રે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની કુલ ૮૬ જગ્યાઓ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન U-PHC અને U-CHC માટે સીધી ભરતી હાથ ધરે છે, આ જાહેરાત દ્વારા કુલ 89 વિવિધ જગ્યાઓ ઓફર કરે છે. અરજી ફોર્મની શરૂઆત અને અંતિમ તારીખો, વય માપદંડ, શૈક્ષણિક લાયકાત અને ખાલી જગ્યાઓની સંખ્યા સહિતની મહત્વપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ સૌરાષ્ટ્રના યુવાનો માટે એક ઉત્તમ તક રજૂ કરે છે, અને તે ખરેખર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નોંધપાત્ર અને આશાસ્પદ પ્રયાસ છે.

આ ભરતીમાં સૌથી વધુ જગ્યા ફેમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની છે આ બંને પદો માટે ૩૨ ૩૨ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે આ ઉપરાંત ફાર્માસિસ્ટ લેબોરેટરી ટેક્નિશિયન સ્ટાફનો લની જગ્યાઓ માટે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Junagadh Municipal Corporation Recruitment 2023

સંસ્થાજુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ જગ્યા86
અરજી કરવાનો સમય ગાળો18/09/2023 બપોરના 2 વાગ્યા થી 17/10/2023 (રાતના 11.59) સુધી
ભરતી નો પ્રકારસીધી ભરતી
સત્તાવાર વેબસાઈટjunagadhmunicipal.org

જગ્યાનું નામ

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આ નોટિફિકેશન માં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સ રે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પદ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે.

પદ પ્રમાણે ખાલી જગ્યા

ફાર્માસિસ્ટ8
લેબોરેટરી ટેક્નિશિયન9
એક્સ-રે ટેકનીશીયન1
સ્ટાફ નર્સ7
ફિમેલ હેલ્થ વર્કર32
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર32

ઉપર જણાવેલ ખાલી જગ્યાઓ પૈકી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે જોવા માટે ઓફિસિયલ નોટિફિકેશન ચકાસવું.

ફોર્મ ભરવાની મહત્વની તારીખો

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન યુ-પીએચસી અને યુ-સીએચસીમાં સીધી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારી અરજીઓ સત્તાવાર વેબસાઇટ https://junagadhmunicipal.org/ પર 18 સપ્ટેમ્બર, 2023 (2 PM) થી શરૂ કરીને ઑક્ટોબર 17, 2023 (PM 11.59) સુધી સબમિટ કરી શકો છો. અરજી પ્રક્રિયા માટે આ તારીખો અને સમયનું પાલન કરવાની ખાતરી કરો.

અરજી કઈ રીતે કરશો?

ફોર્મ ભરવાના સંદર્ભમાં હેલ્પલાઈન

હેલ્પલાઈન ફોન નંબર 89290-13101
હેલ્પલાઈન ઈ-મેઈલ [email protected]