ITPO Recruitment 2023: ભારત સરકારમાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 60000

ITPO Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો? જો તમારો જવાબ હા હોય અને ભારત સરકારમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારા માટે આ ઉત્તમ તક હોય શકે. (ITPO ભરતી 2023) ઇંડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન એટલે કે (ITPO)માં યંગ પ્રોફેશનલ પદ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સામે મર્યાદામાં અરજી કરી પોતાની અરજી નોંધાવી શકે છે.

ITPO ભરતી 2023માં ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓફલાઇન અથવા ઈમેલ મારફત અરજી કરવાની રહેશે. ખાસ નોંધવું કે આ અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023 છે. આ જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કુલ જગ્યા, અરજી કરવાની પ્રક્રિયા વગેરે માહિતી નીચે વિસ્તૃતમાં જણાવેલ છે.

ITPO Recruitment 2023 Overview

સંસ્થાIndia Trade Promotion Organisation
ભરતીITPO ભરતી 2023
કુલ જગ્યા20
જગ્યાનું નામયંગ પ્રોફેશનલ
અરજી કરવાની છેલ્લી તારીખ19 નવેમ્બર 2023
ભરતી મોડઓફલાઇન
સત્તાવાર ઈ-મેલ[email protected]

ITPO Recruitment 2023: શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી B.E/B.Tech (ઇલેક્ટ્રીક/સિવિલ/ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/it) કે તેમની સમક્ષ ડીગ્રી જે 70% સાથે પાસ કરેલ હોવી જોઈએ. અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ 60% પાસ સાથે મેનેજમેન્ટમાં બે વર્ષ પછી ગ્રેજ્યુએટ ડિપ્લોમા/મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ/MBA કે બે વર્ષથી બાદ સરકારી/રાજ્ય સરકાર/સ્વયત્ત સંસ્થા/યુનિવર્સિટી કે અનુસંધાન સંસ્થામાં કાર્યનો અનુભવ હોવો જોઈએ.

ITPO Recruitment 2023: ઉમર મર્યાદા

ITPO ભરતી 2023 આ ભરતી માં અરજી કરતાં ઉમેદવારની ઉમર મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ ને ધ્યાને લઈ 32 વર્ષ સુધીની હોવી જોઈએ.

ITPO Recruitment 2023: પગાર

ITPO ભરતી 2023 ની આ ભરતીમાં જે ઉમેદવારને પસંદગી થશે તેમને દર મહિને 60000 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

ITPO Recruitment 2023: અરજી કરવાની રીત

ITPO ભરતી 2023 ની આ ભરતીમાં અરજી કરવા માટે નોટિફિકેશન માં જણાવેલ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને નોટિફિકેશન સાથે આપેલ અરજી ફોર્મ વ્યવસ્થિત ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે. આ ફોર્મ ભરાઈ ગયા પછી PDF ફોર્મેટ ફાઈલ ને અરજીમાં જણાવેલ ઈમેલ એડ્રેસ પર ઇ-મેલ કરવાનો રહેશે. મેલના વિષયમાં ‘ITPO માં યંગ પ્રોફેશનલ માટે અરજી’ લખવાનું રહેશે અને એટેચમેન્ટમાં ભરેલ ફોર્મની પીડીએફ અટેચ કરવાની રહેશે.

ખાસ નોંધ : ઉમેદવાર ફક્ત 19 નવેમ્બર 2023 સુધી જ જમા કરાવવાનું રહેશે. સામે મર્યાદા પછી મળેલ અરજી માન્ય ગણાશે નહીં.