Aadhaar Card Update: લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ કે સરનામું કેવી રીતે બદલવું, અહીંથી જાણો પ્રક્રિયા

Aadhaar Card Surname Change: આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે આજકાલ દરેક જગ્યાએ તમારા માટે ઉપયોગી છે, પછી તે પાન કાર્ડ બનાવવાનું હોય કે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. આ આધાર કાર્ડના આધારે તમારા રેશન કાર્ડથી લઈને બેંક પાસબુક સુધીના દસ્તાવેજો ઉપલબ્ધ છે.

જો કે આજકાલ આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરવો ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ જો તમે પરિણીત છો, તો આધાર કાર્ડમાં સરનેમ કેવી રીતે બદલવી તેની માહિતી અહીં આપવામાં આવી છે.

આપણા દેશમાં ઘણી વાર છોકરીઓ લગ્ન પછી પોતાના નામમાં પતિનું નામ ઉમેરે છે અથવા તેમની અટક બદલાઈ જાય છે. જો કે આ કામ વધુ સામાજિક છે, પરંતુ તેને આધાર કાર્ડમાં અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લગ્ન પછી સરનામું, સરનેમ સહિત ઘણા બધા ફેરફાર થાય છે, તો તમારે તેને તરત અપડેટ કરી લેવું જોઈએ, જેથી તમને કોઈ સમસ્યા ન થાય.

અહીં જાણો અટક, સરનામું બદલવાની પ્રક્રિયા

  • UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ www.uidai.gov.in ની મુલાકાત લો.
  • તમારા આધાર નંબર વડે સાઇન ઇન કરો.
  • મોબાઇલ પર OTP આવશે, તેને દાખલ કરો પછી, તમે UIDAI વેબસાઇટ પર તમારું આધાર કાર્ડ ઍક્સેસ કરી શકશો.
  • નામ બદલવા માટે, તમારે નામ બદલો વિકલ્પ પસંદ કરવો પડશે. તે પછી તમારી અટક બદલો અને લખો.
  • તમે નામ અને અટક બંને પણ બદલી શકો છો.
  • તમારે www.uidai.gov.in પર તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
  • આ પછી તમારે Send OTP વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
  • OTP દાખલ કરીને તમારું ફોર્મ સબમિટ કરો.

આધાર કાર્ડ સેન્ટર પર ઑફલાઇન પણ કરી શકાય છે,

જો તમે ઑફલાઇન નામ અથવા સરનામું બદલવા માંગો છો, તો તેના માટે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ. આધાર કાર્ડમાં નામ બદલવા માટે ફોર્મ ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે 50 રૂપિયા સબમિટ કરો. ત્યાંથી બધી પ્રક્રિયા પૂરી થયા પછી, તમારું અપડેટેડ આધાર કાર્ડ થોડા દિવસોમાં તમારા ઘરે આવી જશે.