NHM ભરતી 2023: ગુરુ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ જામનગરમા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત Staff Nurse અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા 11 માસના કરાર અઅધારીત ભરવાની હોય તે માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો નીયત સમય મર્યાદમા ઓનલાઇન અરજી કરી શકે છે.
ગુરુ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ જામનગરની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈકક્ષણીક લાયકાત, અનુભવ, અને પગાર છે. જે માહીતી વિગતવાર નીચે જણાવેલ છે.
NHM ભરતી 2023
હોસ્પિટલ | ગુરુ ગોબિંદસીંગ સરકારી હોસ્પિટલ |
પ્રોગ્રામ | નેશનલ હેલ્થ મિશન |
કુલ જગ્યા | 4 |
જગ્યાનુ નામ | સ્ટાફ નર્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટર |
અરજી કરવની છેલ્લી તારીખ | 15/11/2023 |
સતાવાર નોટીફીકેશન | arogyasathi.gujarat.gov.in |
શૈક્ષણીક લાયકાત । માસિક ફિક્સ પગાર
જગ્યાનુ નામ | કુલ જગ્યા | શૈક્ષણીક લાયકાત | પગાર |
---|---|---|---|
સ્ટાફ નર્સ (OBC ICU) | 2 | બી.એસ.સી. / નર્સિંગ/જી.એન.એમ. (ગુજરાત નર્સિંગ કાઉન્સલિંગ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે) | 13,000/- |
સ્ટાફ નર્સ (SNCU) | 1 | બી.એસ.સી. / નર્સિંગ/જી.એન.એમ. (ગુજરાત નર્સિંગ કાઉન્સલિંગ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે) | 13,000/- |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 1 | સ્નાતક ઉપરાંત કોમ્પ્યુટર મા ડીપ્લોમા /સર્ટીફીકેટ કોર્સ કરેલ તથા એમ.એસ.ઓફિસ, પ્રેઝન્ટેશન, ઈન્ટરનેટ ઉપયોગ ના જાણકાર. | 12,000/- |
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
ઉમેદવારની ફક્ત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in / પર મળેલ અરજી જ સ્વીકારવામા આવશે.રજી. એડી./કુરિયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામા આવશે નહિ તેમજ માન્ય ગણવામા અવશે નહિ.
સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમા ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામા આવશે.
ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે.