Breaking News: સરકારી નોકરી માટે તૈયારી ચાલુ કરી દેજો, ગુજરાતમાં કુલ ૬૦૦૦ જગ્યાઓ માટે બમ્પર ભરતી થશે, જાણો સંપૂર્ણ વિગત અહીંથી

GSSSB Upcoming Recruitment 2023: ગુજરાતમા કુલ 6 હજાર પદ માટે ટૂંક સમયમા ભરતીની જાહેરાત થઈ શકે છે. આ ભરતીમા મહેસૂલ વિભાગ અંતર્ગતની જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ક્લાર્ક વગેરેની ખાલી જગ્યાઓ ટૂંક સમયમા ભરવામાં આવશે.

મળતી માહિતી અનુષાર રાજ્યભરમાં કુલ ૬ હજાર જેટલી જગ્યાઓ પર થઈ શકે છે ભરતી, ગૌણ સેવા પસંદગી મંડળ કરશે ભરતી, હેડ ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કનીં જગ્યાઓ માટે ભરતી થશે કરાશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાતમાં ટૂંક સમયમાં ૬ હજાર પદો પર મોટી ભરતી કરવામાં આવશે. જેમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કનીં ભરતી લઇને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પેડલ સાહેબે આપી મહત્વની માહિતી. તેમને જણાવ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની ભરતી કરવામાં આવશે.

સપ્ટેમ્બર મહિના સુધીમાં લેવાઈ શકે છે પરીક્ષા

ગૌણ સેવા પસંદગી મંડળ ના સચિવ હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે આગામી સમયમાં મહેસુલી વિભાગમાં ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, આ પરીક્ષા નું આયોજન સપ્ટેમ્બર મહિનામાં પ્રિલીમનરી પરીક્ષા લેવાય શકે તેવી સંભાવના છે. આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે.

ગ્રુપ A અને ગ્રુપ B પ્રમાણે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે

સાહિત્ય જણાવવામાં આવ્યું હતું કે મે માસ દરમિયાન પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બન્યા છે. તે પ્રમાણે જ આ પરીક્ષાઓ લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ જે સામાન્ય રીતે ક્લાસ 3 ની પરીક્ષાઓ લે છે. તેમાં ગ્રુપ પ્રમાણે વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં ગ્રુપ A અને ગ્રુપ B આ પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષા નું આયોજન કરવામાં આવશે. ગ્રુપ એમાં કલેક્ટર ઓફિસના ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ હેટ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક નો સમાવેશ થાય છે. અને ગ્રુપ ડી માં વડી કચેરીના ક્લાર્ક નો સમાવેશ થાય છે.

આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે

આ તમામ ભરતી ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પેલી મારી પરીક્ષા બે ગ્રુપ માટે સરખી જ હશે જેમાં MCQ આધારિત 100 ગુણનું પેપર લેવામાં આવશે. પ્રિલિમ ના પરિણામ પછી એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મેન એક્ઝામ માટે ઉમેદવારોને એ અને ગ્રુપનું બી અથવા બંને ગ્રુપની પસંદગી કરવા નો મોકો આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરવામાં આવશે.

ગ્રુપ B મેઇન પરીક્ષાનું પેપર 200 માર્કનો રહેશે

ગ્રુપ બી ની મેન પરીક્ષા MCQ વધારે લેવામાં આવશે આ પેપર કુલ 200 માર્કસનો હશે જે પેપર માટે ઉમેદવારને 120 મિનિટ આપવામાં આવશે. ગ્રુપ એના ઉમેદવારોએ વર્ણાત્મક ત્રણ પેપરો આપવાના રહેશે. આ ત્રણ પેપરમાં અંગ્રેજી 100 માર્ક, ગુજરાતી 100 માર્ક્સ અને જનરલ સ્ટડી ના 150 માર્ક્સ નું પેપર રહેશે આમ કુલ ત્રણ વર્ણાત્મક પેપરો લેવામાં આવશે. આ ત્રણેય પેપરના અંતે માર્કસના કેલ્ક્યુલેશન પછી પસંદગી યાદી બન્યા બાદ ગ્રુપ એ અને ગ્રુપ બી ના ઉમેદવારોનો નિમણૂક માટીના ભલામણ પત્રો આપવામાં આવશે. અને આ પરીક્ષા પદ્ધતિમાં કોઈ જ પ્રકારનો વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં અને સાથે મોટી અપડેટ એ પણ છે કે દરેક કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. ઉમેદવાર પરીક્ષા આપે છે તે તમામ ઉમેદવારોને પરીક્ષાથી રિફંડ આપવામાં આવશે.