GSSSB ગૌણ સેવા દ્વારા 1246 જગ્યાઓ પર બમ્પર ભરતી @ojas.gujarat.gov.in

GSSSB recruitment 2023: નોકરીની રાહ જોઈ રહેલ ઉમેદવારો માટે આવી મોટી તક. (GSSSB Bharti 2023) ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળમાં અલગ અલગ જગ્યા માટે કુલ 1246 જગ્યાઓ પર આવી ભરતી. આ ભરતીમાં સર્વેયર વર્ગ -3, વર્ક આસિસ્ટન્ટ, વાયરમેન જેવી 12 પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 17 નવેમ્બર 2023 થી ઓનલાઇન ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, ઉંમર મર્યાદા અને અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.

GSSSB recruitment 2023

બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા1246
જગ્યાનું નામવિવિધ
પગાર ધોરણપોસ્ટ પ્રમાણે અલગ અલગ
અરજી પ્રક્રિયાઓનલાઇન
ફોર્મ ભરવાની તારીખ17 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટgsssb.gujarat.gov.in

GSSSB recruitment 2023 : પોસ્ટ નું નામ અને જગ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જાહેરાતમાં સર્વેયર વર્ગ-3 (મહેસુલ વિભાગ) ની 412 જગ્યા, સિનિયર સર્વેયર વર્ગ-3 ની 97, પ્લાનિંગ આસિસ્ટન્ટ ની 65, સર્વેયર વર્ગ-3 ની 60, વર્ક આસિસ્ટન્ટ ની 574, ઓકયુપેશંલ થેરાપીસ્ટ ની 06, જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની 03, મશીન ઓવરશીયર ની 02, વાયરમેન ની 05, ગ્રાફીક ડીઝાઇનર ની 04, સ્ટરીલાઇઝર ટેકનીશીયન ની 01, કન્યાન તાંત્રીક મદદનીશ ની 17 જગ્યાઑ માટે બોર્ડ દ્રારા નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યું છે.

GSSSB recruitment 2023: વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ હોય ઉમર મર્યાદા, પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત ની જરૂરિયાત હોય, તેમની વિગત સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ છે.

GSSSB recruitment 2023: અગત્ય ની તારીખ

  • ફોર્મ ભરવાની તારીખ – 17 નવેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 2 ડિસેમ્બર 2023