GSEB SSC Result 2023 Date And Time: ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. જે વિદ્યાર્થીઓએ GSEB ધોરણ 10 રીઝલ્ટ જોવા માટે ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જઈ વિદ્યાર્થી પોતાનો રોલ નંબર નાખી રીઝલ્ટ ચેક કરી શકશે. ઉપરાંત આ વખતે SMS મારફત પણ રીઝલ્ટ જોઈ શકાશે. આપણે જાણીએ છીએ કે GSEB ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના રીઝલ્ટ સમયે whatsapp દ્વારા પણ રીઝલ્ટ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એ જ વિચારી રહ્યા છે કે ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ગુજરાત ધોરણ 10 માનુ રીઝલ્ટ જાહેર કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. મળતી માહિતી મુજબ ધોરણ 10 નું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થાય એવી પ્રબળ સંભાવના છે. એટલે કે gseb ધોરણ 10 નુ પરિણામ 20 મે સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.
જે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની SSC એટલે કે ધોરણ 10 ની પરીક્ષા આપી છે તેઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જઈ પોતાનું પરિણામ ચેક કરી શકે છે અને ડાઉનલોડ પણ કરી શકે છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પરથી પોતાનો રોલ નંબર દાખલ કરી પોતાનું રીઝલ્ટ ચેક કરી શકશે.
GSEB SSC Result 2023
પરિણામ | GSEB SSC Result / GSEB ધોરણ 10 Result |
રાજ્ય પરીક્ષા બોર્ડ | Gujarat Secondary and Higher Secondary Education Board |
GSEB SSC પરિણામ 2023 તારીખ | મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં, 20 તારીખ સુધીમાં |
GSEB SSC પરીક્ષા કયારે લેવાઈ હતી | માર્ચ 14 થી માર્ચ 28, 2023 |
ઓફિસિયલ વેબસાઇટ | gseb.org |

GSEB SSC રીઝલ્ટ તારીખ અને સમય
GSEB દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનું આયોજન 14 માર્ચ થી 28 માર્ચ એ છેલ્લું પેપર લેવાયું હતું. મળતી માહિતી મુજબ GSEB SSC નું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે એટલે કે 20 તારીખ સુધીમાં જાહેર થઈ શકે છે. (Source: Vtvgujarati.com) GSEB દ્વારા અત્યાર સુધીમાં કોઈ ઓફ ઓફિસિયલ તારીખ જાહેર કરવામાં આવેલ નથી.
આ પણ વાંચો : નમો ઇ-ટેબલેટ યોજના વિદ્યાર્થીને ટેબલેટ મળશે ફક્ત 1,000 રૂપીયામા
GSEB SSC રીઝલ્ટ SMS દ્વારા ચેક કરી શકાશે
આ વખતે વિદ્યાર્થીઓ SMS જલારામ ગુજરાત બોર્ડ 10 નું પરિણામ ચેક કરી શકશે. વિદ્યાર્થી એસએમએસ થી રીઝલ્ટ જોવા માટે SSC <Space> રોલ નંબર લખીને 56263 પર SMS મોકલવાનો રહેશે.
આ પણ વાંચો : CBSE ધોરણ ૧૨ પરિણામ જોવા અહી ક્લિક કરો.
GSEB ધોરણ 10 નુ પરિણામ કેવી રીતે ચેક કરવું?
- સૌપ્રથમ GSEB ની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર વિઝિટ કરો.
- હોમ પેજ પર ધોરણ 10 પરિણામની લીંક પર ક્લિક કરો.
- વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર દાખલ કરવો GO બટન પર ક્લિક કરો
- GSEB ધોરણ 10નું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.
સમાચારનો મુખ્ય સ્ત્રોત: Vtvgujarati.com