GSEB SSC & HSC Result 2023: Big news! ધોરણ ૧૦-૧૨ના રિઝલ્ટને લઈ મહત્વના સમાચાર, અહી જાણો પરિણામ ચેક કરવાની રીત

GSEB SSC & HSC Result 2023: ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12 ના પરિણામ ને લઇ મહત્વના સમાચાર. પેપર ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામની ડેટા એન્ટ્રી પણ સંપૂર્ણ થવાના આરે છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના અને આર્ટસ ના વિદ્યાર્થીઓ પરિણામને લઈ ખૂબ જ આતુર છે તેવામાં મળતી માહિતી અનુસાર જૂન માસના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જૂન માસના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવા જઈ રહ્યું છે. અગાઉ અમારા તમને જણાવવામાં આવ્યું હતું કે પેપર ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. અને હાલ મળતી માહિતી મુજબ પરિણામની ડેટા એન્ટ્રી નું કાર્ય પૂર્ણ થવાના આરે છે. માટે હજુ રીઝલ્ટ ની સંપૂર્ણ તૈયારી ચાલુ માસના અંતિમ તારીખ સુધીમાં થઈ શકે છે અને પરિણામ જાહેર સુન માસના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવશે.

GSEB SSC & HSC Result 2023

પરિણામGSEB SSC Result / GSEB HSC Result
રાજ્ય પરીક્ષા બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board
GSEB SSC પરિણામ 2023 તારીખજુન માસના પ્રથમ અધવાડિયામાં
GSEB SSC પરીક્ષા કયારે લેવાઈ હતીમાર્ચ 14 થી માર્ચ 28, 2023
ઓફિસિયલ વેબસાઇટgseb.org
GSEB SSC & HSC Result 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોને લઈ મોટા સમાચાર. ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જૂનમાં જાહેર થઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે ધોરણ 10 અને 12નું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

GSEB SSC & HSC Result 2023 [New Update]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થયા બાદ, એવી આગાહી કરવામાં આવી હતી કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો અને ધોરણ 10ના પરિણામો બંને મેના ચોથા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે તેવા સમાચાર મડી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં આ મુદ્દા પર નવા અપડેટ મળીરહ્યા છે.

GSEB SSC & HSC Result 2023: આ મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ

ધોરણ 10 અને 12 માટે સામાન્ય પ્રવાહના પરિણામો જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. વિદ્યાર્થીઓના ગ્રેડ હવે ડેટાબેઝમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મેના અંત સુધીમાં, ડેટા ઇનપુટ અને ગ્રેડ શીટ પૂર્ણ થઈ જશે. ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ પોસ્ટ થયા બાદ વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ પ્રાપ્ત થશે.

GSEB ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નુ પરિણામ કેવી રીતે ચેક કરવું? | How to check SSC HSC Results

  • સૌપ્રથમ GSEB ની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર વિઝિટ કરો.
  • હોમ પેજ પર ધોરણ 10 પરિણામની લીંક પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર દાખલ કરવો GO બટન પર ક્લિક કરો
  • GSEB ધોરણ 10નું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.

સંદર્ભ: vtvgujarati.com