NHM Gujarat Recruitment 2023: ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અરવલ્લી મોડાસા મા ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ ફાયનાન્સ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશિયન, મેડિકલ ઓફિસર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અરવલ્લી મોડાસા ની આ ભરતીમા વિવિશ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, જગ્યાનું સ્થળ, માસિક ફિક્સ પગાર, અરજી કરવાણી છેલ્લી તારીખ વગેરેની માહિતી નીચે વિસ્તૃતમા જણાવેલ છે.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અરવલ્લી મોડાસા ભરતી 2023
કુલ જગ્યા | 11 |
જગ્યાનું નામ | ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ ફાયનાન્સ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશિયન, મેડિકલ ઓફિસર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર |
ભરતી નો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18/11/2023 |
અરજી કરવાની લિન્ક | https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx |
શિક્ષણીક લાયકાત અને પગાર
જગ્યાનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત | પગાર |
---|---|---|---|
ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ ફાયનાન્સ આસિસ્ટન્ટ | 1 | (1) માન્ય.વિદ્યાશાખામાંથી બી.કોમ સાથે સ્નાતક થયેલ હોવા જોઈએ. (2) ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન કરેલ હોવુ જોઈએ. (3) કોમ્પ્યુટરની જાણકારી (એકાઉન્ટ, સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ.આર.સી.એચ.સોફ્ટવેરવગેરે). અંગ્રેજી ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી. (4) 2(બે)વર્ષનો અનુભવ ધરાવનારને અગ્રતા આપવામાં આવશે.ઉમર વધુમાં વધુ 40 વર્ષ | 13,000/- |
ફાર્માસિસ્ટ (U-PHC-મોડાસા) | 1 | (1) માન્ય યુનિવર્સીટીની ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્ષ કરેલ હોવા જોઈએ અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. (2) ગુજરાતી,અંગ્રેજી તથા હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. (3) ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. (4) અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉંમર વધુમાં વધુ 58 વર્ષ | 13,000/- |
સ્ટાફ નર્સ (U-PHC-મોડાસા) | 1 | (1) ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્ય બી.એસ.સી નર્સીંગ અથવા ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા જનરલ નર્સીંગ મીડવાઈફરીનો કોર્ષ(જી.એન.એમ)નો કોર્ષ કરેલ હોવા જોઈએ. (2) ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવા જોઈએ. (3) બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ઉમર વધુમાં વધુ 45 વર્ષ | 13,000/- |
ફીમેલ હેલ્થ વર્કર (FHW) ¸(U-PHC-મોડાસા) | 1 | (1) ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર અથવા એ.એન.એમ. કોર્ષ કરેલ હોવો જોઈએ. (2) ગુજરાત નર્સિંગ કાઉન્સીલમા રજિસ્ટ્રેશન કરાવેલુ હોવુ જોઈએ. (3) બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ઉંમર વધુમાં વધુ 45 વર્ષ | 12,500/- |
લેબ.ટેકનીશીયન (UPHC મોડાસા) | 1 | (1)કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનીક કેમીસ્ટ્રી કે માઈક્રોબાયોલોજી સાથે એમ.એસ.સી.થયેલ હોવા જોઈએ. (2)માન્ય સંસ્થાનું અથવા ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજનુ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગ કોર્ષનુ સર્ટીફીકેટ હોવું જોઈએ.લેબોરેટરી કામના પ્રેકટીકલ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉંમર વધુમાં વધુ 58 વર્ષ | 13,000/- |
મેડિકલ ઓફિસર (U-HWC) – Modasa | 2 | (1) માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ.પાસ કરેલ હોવું જોઈએ. (2) ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. ઉંમર વધુમાં વધુ 68 વર્ષ | 70,000/- |
સ્ટાફ નર્સ (U-HWC)-Modasa | 2 | (1) ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્ય બી.એસ.સી નર્સીંગ અથવા ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા જનરલ નીંગ મીડવાઈફરીનો કોર્ષ(જી.એન.એમ)નો કોર્ષ કરેલ હોવા જોઈએ. (2) ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવા જોઈએ. (3) બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ઉંમર વધુમાં વધુ 45 વર્ષ | 13,000/- |
મ.પ.હે.વ (U-HWC)-Modasaમ.પ.હે.વ (U-HWC)-Modasa | 2 | (1) ધોરણ-12 પાસ અને માન્ય સંસ્થામાંથી એક વર્ષ ટ્રેનીંગ એમ.પી.એચ.ડબલ્યુ કોર્ષ અથવા એસ.આઈ સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોવો જોઈએ. (2) બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ઉમર વધુમાં વધુ 45 વર્ષ | 13,000/- |