District Leprosy Office Recruitment 2023: જિલ્લા લેપ્રસી ઓફિસ-સુરતમાં પરીક્ષા વગર સીધી ભરતી

District Leprosy Office Recruitment 2023: જિલ્લા રક્તપિત અધિકારીશ્રીની કચેરી સુરત માટે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત અને નેશનલ હેલ્થ મિશન હેઠળ પેરામેડિકલ વર્કર (pmw) ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે નોટિફિકેશન પ્રેસિદ્ધ કરી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસ ની આ ભરતીમાં અરજી કરતાં ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, વાય મર્યાદા, માસિક પગાર, કુલ જગ્યા, અને અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.

District Leprosy Office Recruitment 2023

સંસ્થાડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસ, સુરત
પ્રોગ્રામ અંતર્ગતનેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા2
જગ્યા નું નામપેરામેડિકલ વર્કર
ફરજનું સ્થળસુરત અર્બન અને તાલુકો : માંડવી જિલ્લો : સુરત
ભરતી નો પ્રકારકોન્ટ્રાક્ટ બેઝ પર
ઓફિશિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in

કુલ જગ્યા

  • 2

જગ્યા નું નામ

  • પેરામેડિકલ વર્કર (PMW)

શૈક્ષણિક લાયકાત

  • હાઇસ્કુલ/હાઈ સેકન્ડરી સાથે (પેરામેડિકલ વર્કર) PMW (લેપ્રસી) ટ્રેનિંગ કમ્પ્લીસન સર્ટિફિકેટ અથવા એમએસડબલ્યુ તેમજ કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • બી.એસ.સી. સાથે આરોગ્ય ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટર ની જાણકારી હોવી જોઈએ.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરતાં ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર

  • આ ભરતીમાં સિલેક્ટ થયેલો ઉમેદવારને પ્રતિ માહ રૂપિયા. 11,000/- પગાર ચૂકવવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચના

  • ઉમેદવારને ફક્ત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in માં PRAVESH>CURRENT OPENINGS પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. R.P.A.D. સ્પીડ પોસ્ટ. કુરિયર કે સારી ટપાલ દ્વારા અરજીઓ માન્ય રહેશે નહીં.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈમેલ આઈડી ફરજિયાત આપવાનો રહેશે.
  • મધુરી વિગતો વાળી અરજી માન્ય રહેશે નહીં.
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
  • ઉંમર મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 21/09/2023 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
  • નિમણૂક ને લગતો આખરી નિર્ણય જિલ્લા રથપીટ અધિકારીશ્રી, સુરતનો રહેશે.

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 21 સપ્ટેમ્બર 2023