ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી રાજકોટમાં કુલ 34 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારે જ અરજી કરો


Written by Atiye

Published on:

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી રાજકોટમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એનસીડી સેલ તેમજ જિલ્લા કક્ષાએ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા કક્ષાએ, અર્બન હેલ્પ સેન્ટર, અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર, કાઉન્સેલર, ઓડિયોલોજીસ્ટ, ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, ઇન્સ્ટ્રક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, તાલુકા એકાઉટન્ટ, ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર, લેબોરેટરી ટેકનીશયન, ન્યુટ્રીશન આસિસટ્ન્ટ અને UPHC કોમ્યુટર ઓપરેટર ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે જાહેરાત arogyasathi.gujarat.gov.in પર આપવામાં આવી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સનય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર મર્યાદા, પગાર વગેરે માહિતી નીચે જણાવેલ છે.

district-health-society-rajkot-recruitment-08-02-2024

ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી રાજકોટ ભરતી

ઓર્ગેનાઈઝેશનડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી રાજકોટ
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન (NHM)
કુલ જગ્યા34
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાની તારીખ02/02/2024
અરજી કરવાની છેલ્લી તારીખ08/02/2024
સત્તાવાર વેબસાઇટarogyasathi.gujarat.gov.in

જગ્યાનું નામ

 • મેડિકલ ઓફિસર
 • કાઉન્સેલર
 • ઓડિયોલોજીસ્ટ
 • ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ
 • ઇન્સ્ટ્રક્ટર
 • સ્ટાફ નર્સ
 • ફાર્માસિસ્ટ
 • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
 • તાલુકા એકાઉટન્ટ
 • ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર
 • લેબોરેટરી ટેકનીશયન
 • ન્યુટ્રીશન આસિસટ્ન્ટ
 • UPHC કોમ્યુટર ઓપરેટર

શૈક્ષણિક લાયકાત / અનુભવ

મેડિકલ ઓફિસર (NCD) : મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સંમકક્ષ ડિગ્રી. અનુભવ: હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

કાઉન્સેલર : બેચલર / ડિગ્રી ઇન સોસિયલ સાયન્સ / ડિપ્લોમા ઇન / કાઉન્સેલિંગ / આરોગ્ય શિક્ષણ / માસ કોમ્યુનિકેશન / BSW / MSW. અનુભવ: હેલ્થ કેર ફેસીલીટીના કાઉન્સેલર તરીકેનો 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

ઓડિયોલોજીસ્ટ : RCI માન્ય સંસ્થામાંથી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીમાં 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ કરેલ હોવો જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાનું અધતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ : RCI માન્ય સંસ્થામાંથી 1 વર્ષ નો ડીપ્લોમા ઇન ઓડીયોલીજીનો કોર્ષ કરેલ હોવો જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાનું અધતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

ઇન્સ્ટ્રકટર : RCI માન્ય સંસ્થામાંથી ડીપ્લોમા ઇન ટ્રેનીગ યંગ ડેફ એન્ડ હિયરીંગ હેન્ડીકેપ્ઠ (DTYDHH) કોર્ષ કરેલ હોવો જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાનું અધતન વેલીડ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

મેડિકલ ઓફિસર MBBS (UHWC) : સરકારમાન્ય કોલેજ/યુનિ. માં MBBSની ડીગ્રી હોવી જોઈએ. અન્ય દેશમાંથી મેળવેલ ઉ/885 સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એક્ટ 1956મુજબની The foreign Medical Graduate Examination (FMGE) ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવુ જોઈએ નોંધ – ધોરણ-12 ના માર્કસના 50 ટકા અને MBBS ના છેલ્લા વર્ષના માર્કસના 50 ટકા લેખે મેરીટ બનાવવામાં આવશે.

સ્ટાફ નર્સ : ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી BSC Nursing કરેલ હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે. અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ અથવા ઉમેદવાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી પાસ કરેલ હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીટ્રેશન કરાવેલ હોવુ જોઈએ અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. તેમજ બેઝીક કોમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. નોંધ – ધોરણ-12 ના માર્કસના 50% અને BSC Nursing/GNM ના માર્કસના 50% લેખે મેરીટ બનાવવામાં આવશે.

ફાર્માસિસ્ટ : સરકાર માન્ય યુનિ./કોલેજ માંથી ડિગ્રી /ડિપ્લોમા ઈન ફાર્મસી અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ અને હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. કોમ્પ્યુટર જાણકાર થતાં અનુભવને અગ્રતા. નોંધ – ધોરણ-12 ના માર્કસના 50% અને ફાર્મસી કોર્સના માર્કસના 50% મુજબ મેરીટ બનાવવામાં આવશે અને કોમ્પ્યુટર જાણકાર તથા અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ : માન્ય યુનિ.ના સ્નાતક સાથે કોમ્યુટર નો બેઝિક એપ્લીકેશનના ડીપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ. કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી). MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી. ઓછામાં ઓછો ૨ થી ૩ વર્ષનો કામગીરીનો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે. નોંધ – સ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માર્કસના 20% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના 30 માર્કસ એમ કુલ 50 માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.

તાલુકા એકાઉટન્ટ : માન્ય યુનિ ના કોર્મસ સ્નાતક સાથે કોમ્યુટર નો બેઝિક એપ્લીકેશનના ડીપ્લોમા/સર્ટીફીકેટ કોર્સ. કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી). MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી. તાલુકા એકાઉટન્ટ માટે એકાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે. ઓછામાં ઓછો 3 થી 3 વર્ષનો કામગીરીનો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે. નોંધ – સ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માર્કસના 20% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના 30 માર્કસ એમ કુલ 50 માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.

ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર : ઉમેદવાર માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોસ્યાલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેંટ (BRM/MRM), ઇમ્યુનાઇઝેશન / પલ્સ પોલીયોના ક્ષેત્રમાં કામગીરી/મોનીટરીંગનો અનુભવ. તાલુકા તથા (PHC/UHC) કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ. તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી. પોતાની માલીકીનું વાહન મોટા ભાગેટુ-વ્હિલર મોટરરાઇઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વિમા સાથે. બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિંડોઝ, એમ.એસ.ઓફીસ અનેઇંટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત), સારી મૌખીક અને લેખીત કોમ્યુમિકેશનસ્કીલ તેમજ ગુજરાતી/ઇગ્લીંશ/હીન્દી ભાષામાં પ્રેઝેન્ટેશન નિપુર્ણતા, તાલુકા તથા (PHC/UHC) કક્ષાના ડેલ્થ કેર ડીલીવરી સ્ટકચરની સારી સમજણ હોવીજોઇએ. વિશ્વનિયતાનો સારો ટ્રેક રેકોર્ડ હોવો જોઇએ.

લેબોરેટરી ટેકનીશયન : કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજીમાં મુખ્ય વિષય સાથે BSCની ડીગ્રી અથવા ઓર્ગેનિક કે માઈક્રો બાયોલોજીમાં મુખ્ય વિષય સાથે MSC ની ડીગ્રી પ્રાપ્ત કરેલ ફોવી જોઈએ. ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજનું અથવા ગુજરાત રાજ્યની માન્ય સંસ્થા નું લેબોરેટરી ટેક્નીશિયન ટ્રેનીંગ કોર્ષ નું સર્ટિફેકેટ ફરજીયાત રજુ કરવાનું રહેશે. બેઝીક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ ફોવો જોઈએ અથવા ધોરણ – 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. લેબોરેટરી વર્કના પ્રેક્ટીકલનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ન્યુટ્રીશન આસિસટ્ન્ટ : એમ. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન / બી. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન / એમ.એ.હોમ સાયન્સાન્યુટ્રિશન)/બી.એ હોમ સાયન્સ(ન્યુટ્રિશન) એમ. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન / બી. એસ. સી. ફૂડ એન્ડ ન્યુટ્રિશનને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ : રાજ્ય/જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.માં ન્યુટ્રિશનને લગત અનુભવને અગ્રતા. અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી, કોમ્પ્યુટરની જાણકારી આવશ્યક.

UPHC કોમ્યુટર ઓપરેટર : માન્ય યુનિ ના કોર્મસ સ્નાતક / અનુસ્નાતક સાથે કોમ્યુટર એપ્લીકેશનના ડીપ્લોમા /સર્ટીફીકેટ કોર્સ. કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી). MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. MS PowerPoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી યુપીએચસી કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્કની જગ્યા માટે ઓછામાં ઓછો 1 વર્ષનો કામગીરીનો અનુભવ અને ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરવા અનુભવ હોવો જરૂરી છે. નોંધ – સ્નાતક/અનુસ્નાતક કોર્સના છેલ્લા વર્ષના માકેસના 20% અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષાના 30 માર્કસ એમ કુલ 50 માર્કસનું મેરીટ બનાવવામાં આવશે.

ઉમર મર્યાદા

જગ્યાનું નામઉમર મર્યાદાપગાર
મેડિકલ ઓફિસરજાહેરાતમાં ઉલ્લેખ નથી.60,000/-
કાઉન્સેલર40 વર્ષથી વધુ નહીં12,000/-
ઓડિયોલોજીસ્ટ40 વર્ષથી વધુ નહીં15,000/-
ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ40 વર્ષથી વધુ નહીં13,000/-
ઇન્સ્ટ્રક્ટર40 વર્ષથી વધુ નહીં16,000/-
મેડિકલ ઓફિસર MBBS (UHWC)જાહેરાતમાં ઉલ્લેખ નથી.70,000/-
સ્ટાફ નર્સ45 વર્ષથી વધુ નહીં13,000/-
ફાર્માસિસ્ટ40 વર્ષથી વધુ નહીં13,000/-
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ (TPA)40 વર્ષથી વધુ નહીં13,000/-
તાલુકા એકાઉટન્ટ40 વર્ષથી વધુ નહીં13,000/-
ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલીન્ટીયર21 થી 40 વર્ષથી વધુ નહીંમાનદ વતન : 600/- પ્રતિ વિઝિટ તથા ટી. એ. 300/- પ્રતિ વિઝિટ (પ્રતિમાસ 20 દિવસ ફિલ્ડ વિઝીટ)
લેબોરેટરી ટેકનીશયન40 વર્ષથી વધુ નહીં13,000/-
ન્યુટ્રીશન આસિસટ્ન્ટ40 વર્ષથી વધુ નહીં13,000/-
UPHC કોમ્યુટર ઓપરેટર40 વર્ષથી વધુ નહીં13,000/-

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

ઉમેદવારની ફક્ત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./ સ્પીડ પોસ્ટ/ કુરિયર/ સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

ક્રમ નંબર 1, 3, 4, 5, 6, 7 અને 8 ના ઉમેદવારોએ લગત કાઉન્સિલ રજીસ્‍ટ્રેશન રીન્યુઅલ કરાવેલ હોય, તેવા કિસ્સામાં રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ ની સાથે રીન્યુઅલ પહોંચ/સ્લીપ/સાથે એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે. (ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવેલ છે તે પ્રમાણે ક્રમ જોવો.)

અધૂરી વિગતોવાળી, ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, એચ.એસ.સી, ગ્રેજ્યુએટના એટેમ્પટ સર્ટિફિકેટ, કાઉન્સીલ રજીસ્‍ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહી હોય, તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 08/02/2024 ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.

ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરી શકશે નહી.

ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.

ક્રમ નંબર 9 ,10 અને 14 માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે. તેમજ ક્રમ નંબર 10 અને 14 માં અરજી કરતા ઉમેદવારોએ એકાઉન્ટીગ ટેલી સોફ્ટવેરની અલગથી પરીક્ષા આપવાની રહેશે.

અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કયેરી દ્વારા નક્કી કરેલ દિવસે, સમયે અને સ્થળે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સ્વખર્યે હાજર રહેવાનું રહેશે. તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.

નિમણુંકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટર, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.