ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદામાં NTEP પ્રોગ્રામ અંતર્ગત પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 20000


Written by Atiye

Published on:

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદામાં નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત NTEP પ્રોગ્રામ હેઠળ નર્મદા જિલ્લામાં Senior DR TB / TB-HIV Supervisor ની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અનુભવ અને ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદા ભરતી 2024

ઓર્ગેનાઈઝેશનડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નર્મદા
નેશનલ પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા1
અરજી કરવાની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2024
ભરતી નો પ્રકારકરાર આધારિત
સત્તાવાર વેબસાઈટ@arogyasathi.gujarat.gov.in

જગ્યાનું નામ

 • Senior DR TB / TB-HIV Supervisor

શૈક્ષણિક લાયકાત

 • Graduate
 • Certificate course in computer operation (minimum two months)
 • Permanent two wheeler driving license & should be able to drive two wheeler

વધારાની લાયકાત

 • At least 2 Years of work experience under NTEP or 5 years’ experience in any public health programme ina supervisory
 • Good communication skills in local language & willing to travel in the area of work

ઉંમર મર્યાદા

 • up to 58 years

પગાર

 • 20,000/-

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

 • ઉમેદવારની ફકત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
 • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ,ન વંચાય તેવા ડોક્યુમેંટ અપ લોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
 • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
 • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી
 • ઉમેદવારોએ-કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે.
 • ઉકત જગ્યા માટે નો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઇ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઇ-મેલ આઇ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાનાં રહેશે.
 • ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપુર્ણ અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.