ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જામનગર ભરતી 2023


Written by Atiye

Published on:

ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જામનગર ભરતી 2023: જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર અંતર્ગત NHM/NUHM/GUHP હું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ અને એડોલેસન્ટ હેલ્થ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી હેઠળની વિવિધ સોસાયટીઓમાં આરબીએસકે ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, એમ પી એસ ડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, મેડિકલ ઓફિસર એમબીબીએસ, મેડિકલ ઓફિસર (એનસીડી), ડેટા એન્ટ્રી ઓપરેટર, રિહેબિલેશન વર્કર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન અને કાઉન્સેલર ની જગ્યાઓ ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, વહી મર્યાદા, પગાર અને અરજી કરવાની રીત વગેરે માહિતી વિસ્તૃતમાં નીચે જણાવેલ છે.

ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જામનગર ભરતી 2023

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતઉંમર મર્યાદાપગાર ધોરણ
RBSK ફાર્માસિસ્ટ08સરકાર માન્ય યુનિવર્સિટી/ સંસ્થા માંથી બેસલર/ડિપ્લોમા ઇન ફાર્મસી, ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.40 વર્ષથી ઓછી13,000/-
સ્ટાફ નર્સ / બ્રધર્સ01સરકારી માન્ય સંસ્થા માંથી GNM / B.Sc Nursing (બેચલર ડિગ્રી ઇન નર્સિંગ), ગુજરાત નર્સિંગ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.58 વર્ષથી ઓછી13,000/-
ઇમેલાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર01MSW/MSW, BRM/MRM તેમજ રસીકરણને લગત કામગીરી નો અનુભવ, તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી ની પ્લાનિંગ અને અમલીકરણ કરવાનો કુશળતા, પોતાનું ટુ-વ્હીલર વાહન તમામ કાગડો સાથેનું હોવું જોઈએ, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર તથા કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. મૌખિક અને લેખિત વ્યવહાર કરવાની કુશળતા, તાલુકા પીએચસી અને યુપીએસસી આરોગ્ય વિશે કામગીરીના માળખાનું જ્ઞાન.અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથીપ્રતિમાસ વધુમાં વધુ કુલ 20 દિવસના ₹600 લેખે તથા મુસાફરી બધા પેટે 20 દિવસ ના પ્રતિ દિવસ 300 રૂપિયા મળવા પાત્ર છે.
MPHW02ધોરણ 12 પછી એમ પી એસ સી ડબલ્યુ નો એક વર્ષનો બેઝિક કોર્સ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર નો સર્ટિફિકેટ કોર્સ તથા કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે.45 વર્ષથી વધુ નહીં13,000/-
સેનેટરી ઇન્સ્પેક્ટર01ધોરણ 12 પછી એમ પી એસ સી ડબલ્યુ નો એક વર્ષનો બેઝિક કોર્સ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર નો સર્ટિફિકેટ કોર્સ તથા કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે.45 વર્ષથી વધુ નહીં14,000/-
મેડિકલ ઓફિસર MBBS01એમબીબીએસ ની ડીગ્રી સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે45 વર્ષથી વધુ નહીં70,000/-
મેડિકલ ઓફિસર NCD02એમબીબીએસ અથવા ડીગ્રી (મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત) હોસ્પિટલમાં કામ કરવાનો બે વર્ષનો અનુભવ67 વર્ષથી વધુ નહીં60,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર NCD01સ્નાતક ની સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનનો એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.40 વર્ષથી વધુ નહીં12,000/-
રિહેબિલેશન વર્કર01ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ, એક વર્ષનો ડિપ્લોમા કોર્સ/હેબીલાઈઝેશન વર્કર (સરકાર માન્ય સંસ્થા માંથી) કરેલ હોવું જોઈએ, હેબીલાઈઝેશન અનુભવ ઓછામાં ઓછો એક વર્ષ40 વર્ષથી ઓછી12,000/-
ફાર્માસિસ્ટ01સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી, ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે.40 વર્ષથી ઓછી13,000/-
લેબોરેટરી ટેક્નિશિયન01સરકાર માન્ય સંસ્થા માંથી બેચલર ઓફ સાયન્સ (કેમેસ્ટ્રી/માઇક્રોબાયોલોજી) અથવા માસ્ટર ડિગ્રી વિથ ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માઇક્રોબાયોલોજી, ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેક્નિશિયન તરીકેની કામગીરીના અનુભવ ધરાવતા નાની પ્રાથમિકતા આપવામાં આવશે.58 વર્ષથી ઓછી13,000/-
કાઉન્સેલર01સરકાર માન્ય યુનિવર્સિટી માંથી બેચલર ઓફ સોશિયલ સાયન્સ અથવા ડિગ્રી/ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ/હેલ્થ/એજ્યુકેશન/માસ કોમ્યુનિકેશન
અનુભવ: કાઉન્સિલર તરીકે નો ઓછામાં ઓછો બે વર્ષનો
40 વર્ષથી ઓછી12,000/-

કામગીરીને અનુરૂપ જરૂર જણાય ઉમેદવાર ની લેખિત પરીક્ષા / પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાંથી મેરીટ મુજબના ઉમેદવારોને તો રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાંથી જરૂરિયાત મુજબના ઉમેદવારોને પસંદગી કરી બાકીના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારને 11 માસના કરારના ધોરણે નિમણૂક આપવામાં આવશે. જે ઉમેદવારના કોન્ટ્રાક્ટ પિરિયડ દરમિયાન ઉમેદવારની કામગીરીના આધારે પ્રોગ્રામની મુદત સુધી લંબાવી શકાશે.