CRPF Medical Officer Recruitment 2023: MBBS કરેલ ઉમેદવારો માટે સારા સમાચાર, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દાળ દ્રારા જનરલ ડયુટી (GD) મેડિકલ ઓફિસરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. (મેડિકલ ઓફિસર ભરતી 2023) ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન rect.crpf.gov.in પર નિયત સામે મર્યાદામાં અરજી કરી શકે છે. અરજી ફક્ત ઓનલાઈન પોર્ટલ માધ્યમથી જ કરવાની રહેશે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ હોસ્પિટલોમાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાંઉમેદવારો એ કોઈપણ અરજી ફી વિના અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 12 જગ્યાઓ ભરવાની છે, અને રસ ધરાવતા ઉમેદવારો 3 નવેમ્બર થી 4 ડિસેમ્બર, 2023 ની વચ્ચે તેમની અરજી સબમિટ કરી શકે છે.
આ ભરતી સાથે સંકળાયેલ વય મર્યાદા, પગારની વિગતો અને પસંદગી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વિગતવાર નીચે જણાવેલ છે. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ rect.crpf.gov.in ને નિયમિતપણે ચેક કરતી રહેવી. જે ઉમેદવાર નોકરી માટે સિલેકટ થાય તે ઉમેદવારો ને આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઓડિશામાં નિયુક્ત કરવામાં આવશે અને ખાસ નોંધવું કે આ ભરતી કરાર આધારીત છે. અરજી કરવા માટે, રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rect.crpf.gov.in ની મુલાકાતલો.
CRPF Medical Officer Recruitment 2023 Overview
સંસ્થા | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ |
કુલ જગ્યા | 12 |
જગ્યાનું નામ | મેડિકલ ઓફિસર |
કામ કાજ નું સ્થળ | આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઓડિશા |
પગાર | Rs.75,000/- |
ભરતીનો પ્રકાર | કરાર આધારીત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 ડિસેમ્બર, 2023 |
સત્તાવાર વેબસાઇટ | rect.crpf.gov.in |
CRPF Medical Officer Recruitment 2023: જરૂરી ડોક્યુમેન્ટ્સ
CRPF મેડિકલ ઓફિસરની ભરતી 2023માં ઉમેદવારી નોંધાવા/ઇન્ટર્વ્યુ આપવા જઇ રહેલ ઉમેદવાર નીચે જણાવેલ ડોક્યુમેન્ટ સાથે ઓરીજનલ અને ઝેરોક્ષ કોપી બંને સાથે લઈ જવાના રહેશે.
- શૈક્ષણિક ડિગ્રી સર્ટિફિકેટ અને માર્ક સીટ
- ઉમર સર્ટિફિકેટ
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સાદા કાગળ પર અરજી
CRPF Medical Officer Recruitment 2023: શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેની હોસ્પિટલોમાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO) ની જગ્યા માટે અરજી કરનારાઓ માટે, અમુક લાયકાતો અને માપદંડોને પૂર્ણ કરવાની જરૂર છે. ઉમેદવારો પાસે ઇન્ટર્નશિપ અનુભવ સાથે MBBS ડિગ્રી હોવી જરૂરી છે. વધુમાં, ઇન્ટરવ્યુ દરમિયાન પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારોની વય મર્યાદા 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.
GDMO પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 75,000નો પગાર મળશે. પસંદગી પ્રક્રિયા અંગે, ઉમેદવારો ઇન્ટરવ્યુ અને તબીબી પરીક્ષણમાંથી પસાર થશે. જેઓ આ તબક્કાઓ સફળતાપૂર્વક પસાર કરશે તેમને પદ માટે અંતિમ પસંદગી તરીકે ગણવામાં આવશે. અરજદારો માટે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તેઓ સરળ ભરતી પ્રક્રિયા માટે નિર્દિષ્ટ લાયકાતો અને માપદંડોને પૂર્ણ કરે છે.
CRPF Medical Officer Recruitment 2023: ઇન્ટરવ્યુ માટે સ્થળનું નામ
ગ્રુપ સેન્ટર, CRPF, શ્રીનગર
સંયુક્ત હોસ્પિટલ, CRPF, ગુવાહાટી
કમ્પોઝિટ હોસ્પિટલ, સીઆરપીએફ, જગદલપુર
સંયુક્ત હોસ્પિટલ, CRPF, નાગપુર
સંયુક્ત હોસ્પિટલ, CRPF, ભુવનેશ્વર
CRPF Medical Officer Recruitment 2023: આ રીતે અરજી કરો
અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ rect.crpf.gov.in પર જાઓ.
વેબસાઇટ પર અરજી કરતા પહેલા, ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
અરજીથી સંબંધિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે સિગ્નેચર, પાસપોર્ટ સાઇઝ ફોટો, આઈડી પ્રૂફ અપલોડ કરો.
તે પછી સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.