Check EPF Balance by Miss Call: ફક્ત એક મિસકોલ થી જાણો PF Balance

Check PF Balance by Miss Call: આજના આ ડિજિટલ યુગમાં સરકારી કોઈપણ કામ સરળતાથી ઓનલાઇન કરી શકાય છે તેવી જ રીતે EPFO દ્વારા પોતાનું PF Balance ચેક કરવા માટે તેમનો ઓનલાઈન પોર્ટલ, એસએમએસ સુવિધા ની સાથે EPFO દ્વારા નવો મોબાઈલ નંબર જારી કર્યો છે. જેમાં લાભાર્થી રજીસ્ટર નંબરથી મિસ કોલ કરી પોતાનો PF Balance ચેક કરી શકે છે.

અત્યાર સુધી PF Balance ચેક કરવા માટે EPFO નું ઓફિશિયલ પોર્ટલ પરથી પાસબુક સેક્શનમાં જઈને પીએફ બેલેન્સ ચેક કરી શકાતું હતું અને સાથે દર મહિને એસએમએસ દ્વારા પણ પીએફ એકાઉન્ટમાં જમા થયેલ રાશી અને કુલ રકમ ની જાણ કરવામાં આવે છે. હાલમાં જ EPFO દ્વારા એક મોબાઈલ નંબર જારી કરવામાં આવ્યો છે. જેના પર લાભાર્થી મિસ કોલ કરીને પોતાનો પીએફ બેલેન્સ ચેક કરી શકે છે.

EPF Balance Check

OrganizationEmployees’ Provident Fund Organisation
Balance Check Via Miss Call9966044425
Balance Check Via SMS7738299899 નંબર પર EPFOHO UAN ENG લખી મેસેજ Send કરો.
Balance Check Via Portalhttps://passbook.epfindia.gov.in/MemberPassBook/Login
Balance Check Via UMANG APPCheck Here
Check EPF Balance by Miss Call

Miss Call થી PF Balance કેવી રીતે ચેક કરવું?

પીએફ બેલેન્સ મિસ કોલ ધારા ચેક કરવા માટે ઇપીએફઓ મારાજીસ્ટર મોબાઈલ નંબર પરથી 9966044425 નંબર પર મિસ કોલ કરવાનો રહેશે. મિસ કોલ કર્યા પછ EPFO દ્વારા તમને એક એસએમએસ મોકલવામાં આવશે. જેમાં પીએફ ખાતાની બેલેન્સ ની વિગત જણાવેલ હશે. આ બેલેન્સ ચેક કરવા માટે EPFO દ્વાર રજીસ્ટર મોબાઈલ નંબર પર થી જ મિસ કોલ કરવાનો રહેશે. અને નંબરથી મિસ કોલ કરવામાં આવશે તો બેલેન્સ ની માહિતી મળી શકશે નહીં.

SMS થી PF Balance કેવી રીતે ચેક કરવું?

જો તમારું UAN EPFO સાથે રજીસ્ટર્ડ હોય તો તમે SMS દ્વારા તમારા સૌથી તાજેતરના યોગદાન અને PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ કરવા માટે EPFOHO UAN ENG ને 7738299899 પર SMS મોકલો. અહીં અંતિમ ત્રણ અક્ષરો ભાષા સૂચવે છે. તમે EPFOHO UAN HIN લખીને હિન્દીમાં માહિતીની વિનંતી કરી શકો છો. આ SMS રજિસ્ટર્ડ UAN મોબાઇલ નંબર પરથી મોકલવો આવશ્યક છે.

EPFO વેબસાઇટ પરથી PF Balance કેવી રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ ઈપીએફઓની અધિકારી વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જઈ UAN Number અને Password નાખી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી મેનુબારમાં View પર ક્લિક કરી Passbook નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.

UMANG APP થી PF Balance કેવી રીતે ચેક કરવું?

  • તમારી UMANG એપ (UMANG) ખોલો અને EPFO ​​પર ક્લિક કરો.
  • હવે Employee Centric Services પર ક્લિક કરો.
  • View Passbook વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર દાખલ કરો.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • OTP દાખલ કર્યા પછી, તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

આ પણ વાંચો