આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને લઈને રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મહત્વનો નિર્ણય. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય તાત્કાલિક અસરથી લેવામાં આવી શકે છે. આ સાથે આરોગ્ય વિભાગના વર્ગ એક થી ચાર ની જગ્યાઓ કાયમી કરવા માટે માહિતી મંગાવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવાની વિચારણા પલ તાત્કાલિક અસરથી લેવાઈ શકે છે નિર્ણય. આરોગ્ય વિભાગની વર્ગ-1 થી વર્ગ-4 ની હંગામી જગ્યાઓની વિગતો મંગાવાઇ.
અગાઉ થોડા દિવસો પહેલા ફિક્સ પે કર્મચારીઓનો પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. અને હવે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં હંગામી જગ્યાઓ અને કાયમી કરવા માટે વેચાણ કરી રહી છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક થી વર્ગ-૪ સુધીની હંગામી જગ્યાઓ ની તાત્કાલિક અસરથી કાયમી જગ્યાઓમાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસેથી મંગાવાય છે. જેમાં હંગામી જગ્યામાં હાલ આઉટસોર્સિંગ કે અન્ય કોઈપણ રીતે કામ કરતા હોય તો તેમની પણ નોંધ લખવાની જ સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના પત્રમાં હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની સરકારની વિચારણા હેઠળનો ઉલ્લેખ કરાયો છે.
તાજેતરમાં રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે ખૂબ જ મોટો નિર્ણય કર્યો હતો જેમાં ફરજ દરમિયાન આધારિત કર્મચારીનો જો અવસાન થાય તો કર્મચારીના ફેમિલીને 14 લાખની સહાય ની જાહેરાત કરી હતી આ લાભ ફક્ત વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કરાર આધારિત કર્મચારીઓને મળશે.