રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર: અટલ સરોવર બનીને તૈયાર, આ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ


Written by Atiye

Updated on:

અટલ સરોવર (Atal Sarovar, Rajkot)

અટલ સરોવર (Atal Sarovar, Rajkot): રાજકોટને અટલ સરોવરના રૂપમાં એક નવી ભેટ મળી રહી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. અટલ સરોવર બનાવવા માટે 136 કરોડનો ખર્ચ થયો છે.

  • અમદાવાદ રિવરફ્રન્ટ ને ટક્કર આપશે રાજકોટનું અટલ સરોવર
  • અટલ સરોવર બનાવવા માટે 136 કરોડનો ખર્ચ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે.

રાજકોટના રહેવાસીઓ ઉત્સાહિત છે કારણ કે શહેર સ્માર્ટ સિટીમાં પરિવર્તિત થઈ રહ્યું છે, અને અટલ સરોવર તેનો મહત્વનો ભાગ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ રાજકોટ શહેરની સુંદરતામાં વધારો કરશે. અહીં આવનારા લોકો માટે પાર્કિંગની સુવિધા, બગીચાઓ જેવી અમદાવાદ રિવરફ્રન્ટ માં જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેવી જ સુવિધાઓ રાજકોટના અટલ સરોવર પર મળશે. અટલ સરોવર એક લોકપ્રિય પર્યટન સ્થળ બનવા માટે તૈયાર છે, જેમાં ભવિષ્યમાં નૌકાવિહાર પણ શરૂ કરવામાં આવશે.

અટલ સરોવર (Atal Sarovar, Rajkot)

41 કરોડના અંદાજિત ખર્ચ સાથેના આ પ્રોજેક્ટમાં કલાત્મક એન્ટ્રી ગેટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફુવારા અને પાર્ટી પ્લોટનો સમાવેશ થશે. પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પ્રખ્યાત અમદાવાદ રિવરફ્રન્ટ જેવી હશે. અટલ સરોવરની મુલાકાત લેનારા લોકોને પાર્કિંગ, બગીચા અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટનની રાજકોટવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અટલ સરોવર

અટલ સરોવર (Atal Sarovar, Rajkot)

atal sarovar rajkot

અટલ સરોવર (Atal Sarovar, Rajkot)

atal sarovar rajkot photos

અટલ સરોવર (Atal Sarovar, Rajkot)