પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં અડધા દિવસની રજા જાહેર, કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો


Written by Atiye

Published on:

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ દેશભરમાં અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાનો આદેશ જારી કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં ના જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓની લાગણી અને તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે, 22 જાન્યુઆરીએ ભારતભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સ્થળોએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. એવું જાણવા મળે છે કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું Live પ્રસારણ જોઈ શકે.

વડાપ્રધાન મોદીએ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓને લઈને તમામ સૂચનો અંગે મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળી જેવા તહેવારો ઉજવવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરે દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. આ પછી એવું પણ કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી પછી લોકોને તેમના સંસદીય મતવિસ્તારોમાંથી ટ્રેન દ્વારા અયોધ્યા મોકલવામાં આવે.